*** સમસ્ત વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજનું ગૌરવ ***
~~~ જન્મ દિવસનાં ખૂબ ખૂબ અભિનંદન ~~~


આજે ૧૪-મે ના એક એવી વ્યક્તિનો જન્મ દિવસ છે, જેણે આપણા સમસ્ત વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજનું નામ વિશ્વમાં રોશન કરી ગર્વ વધાર્યુ છે. સેમસંગે તાજેતરમાં જ ગેલેક્સી ગિયર સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ બનાવવા પાછળનું ભેજું કોઇ વિદેશી નથી, પણ ભારતીય છે અને જેઓ વિશ્વમાં સિકસ્થ સેન્સનાં કામ માટે જાણીતા છે તે ઉત્તર ગુજરાતનાં પાલનપુર(સુજાનપુરા) શહેરનાં વતની શ્રી કિર્તીભાઇ કરશનદાસ મિસ્ત્રી(ધાંધાર મેવાડા સુથાર) ના સુપુત્ર પ્રણવ મિસ્ત્રી.સૌ પ્રથમ પ્રણવ મિસ્ત્રી ને વિએમએસ ફેમીલી તરફથી ૩૩માં જન્મ દિવસનાં ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ લોકોને વધુ ને વધુ ઉપયોગી બને તેવી નવી નવી શોધો કરતાં રહે તેવી અભિલાષા…!

પ્રણવ મિસ્ત્રીએ બેચલરની પદવી કમ્પયુટર સાયન્સમાં નિરમા યુનિર્વસિટી, અમદાવાદ માંથી મેળવી છે . તેમણે એમ.આઇ.ટી માંથી મિડિયા આર્ટ્સ એન્ડ સાયન્સ માં માસ્ટર ડીગ્રી મેળવી છે અને ઇન્ડસ્ટ્રિયલ ડીઝાઇન સેન્ટર ,આઇ.આઇ.ટી-બોમ્બે માંથી માસ્ટર ઓફ ડીઝાઇનની ડીગ્રી મેળવી છે.

હાલમાં, પ્રણવ મિસ્ત્રી Think Tank Team નાં વડા અને સેમંસગ રિસર્ચ અમેરિકાનાં રિસર્ચ ડિરેક્ટર છે. તે સેમસંગ ઉપરાંત ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી જગવિખ્યાત કંપનીમાં પણ કામ કરી ચૂક્યા છે.

તેમના કરેલા રિસર્ચ કાર્યોમાં, એક અદ્રશ્ય કમ્પ્યુટર માઉસ - માઉસલેસ; બુદ્ધિશાળી સ્ટીકિ નોટ્સ - જે માહિતી શોધી અને મેળવી શકે તથા સંદેશ અને યાદપત્ર મોકલી શકે ; એવી પેન કે જેનાથી ૩ પરિમાણમાં ચિત્ર દોરી શકાય અને જાહેર નકશો જે ભૌતિક જગતના ગુગલનું કામ કરી શકે. આનાથી સ્માર્ટ મોબાઇલ કોમ્યુનિકેશનમાં વેરેબલ કોમ્પ્યુટિંગનો નવા યુગનો આરંભ થયો. આમાં સ્માર્ટ વોચ,વૅરેબલ કોમ્પ્યુટર, ગૂગલ ગ્લાસ તથા સેમસંગ ગેલેક્સી ગિયરનો સમાવેશ થાય છે.

પ્રણવ મિસ્ત્રી માટે જેટલુ લખું તેટલુ ઓછું છે પણ અહી ટુંકમાં લખી વિરામ લઉ છું.
પ્રણવ મિસ્ત્રીએ ચાઇનીઝ છોકરી ફરાહ ચેન જોડે લવ-મેરેજ કરેલા છે અને અંતમાં તેમનાં માતા-પિતા, શ્રીમતી નયનાબેન કિર્તીભાઇ મિસ્ત્રી ને મારા વંદન જેમણે આવા સ્માર્ટ બુધ્ધિશાળી સપુતને જન્મ આપ્યો છે.
ધન્યવાદ…!